Story

This is not just a story. It is an Emotion

Axay and Shraddha

તારીખ હતી 27 સપ્ટેમ્બર 2017 નવરાત્રીનું 7મું નોરતું કે જ્યારે અમે બંન્ને એકબીજાને લગભગ 6- 7 વર્ષ પછી મળ્યા અને પછી એ પ્રેમની શરૂઆત થઈ પરંતુ એ પહેલા થોડો પાછળ ફ્લેશબેકને યાદ કરુ તો….આમ તો અમે એકબીજાને 2011થી ઓળખતા બંન્ને ભવન્સમાં જનાલિઝમનો કોર્સ કર્યો…અને હા એ પહેલા ખાલી એક સોસાયટીમાં રહેતા એટલું ઓળખતા પરંતુ બસ એટલું જ એનાથી વધુ નહી….ભવન્સમાં એક ક્લાસમાં હતા એટલે ક્યારેક ક્યારેક વાતો થતી…2011માં કોર્સ પતાવીને ક્યારેય એક બીજાના સંપર્કમાં રહ્યા નહી…પરંતુ થેન્કસ ટુ ફેસબુક કે 2015 2016 બધા વર્ષે શ્રદ્ધાનો મારા બથર્ડેના દિવસે રાત્રે 12 વાગ્યા બાદ હેપ્પી બર્થડેનો મેસેજ આવતો…હું તો એ પણ નહોતો કરી શકતો કારણકે ફેસબુક પર એની બર્થડે છે નહી…હાહાહા….પણ વર્ષમાં આમ એકાદ વાર વાત થઈ જતી…હું હંમેશાથી શ્રદ્ધાને એક અલગ સમજ-શક્તિ સાથેની વ્યક્તિ હોવાના લીધે તેને હંમેશા આદરથી જોતો…તેની જીદંગીના નિયમો તેના ઉછેરના લીધે બધાથી અલગ છે અને એ જ કારણ હતુ કે મને એવુ થતુ કે શ્રદ્ધા જેવી બધી છોકરીઓ નથી હોતી…તે એક છોકરાથી પણ વધુ આત્મવિશ્વાસુ અને અડગ ઈરાદાઓ વાળી છોકરી છે…આ બધી વાતો હું એટલે જાણતો કારણ કે પ્રતાપનગરમાં જ બંન્ને પરિવાર રહેતા…અને શ્રદ્ધાના પપ્પાએ તેનામાં સિંચેલા સંસ્કારો વિશે અનેકવાર આછી પાતળી મારા ઘરમાં પણ વાતો થતી…શ્રદ્ધાને હું મનોમન પસંદ તો કરતો પરંતુ ક્યારેય એ રીતે વિચાર્યુ નહોતું…એક દિવસ બહુ સમય બાદ થયું કે શ્રદ્ધાને મળુ…પણ આટલા વર્ષો કોઈ કોન્ટેક્ટ હતો નહિ એટલે સીધુ મળવાનું કહુ તો કેવુ લાગે ? એટલે મેં એને કહ્યુ ચાલો આપણે બધા કોલેજના ફ્રેન્ડઝ મળીએ (હકીકતમાં મારે બીજા કોઈને મળવાની કોઈ ઈચ્છા નહોતી હાહાહા) શ્રદ્ધાએ પણ મારી વાતમાં હા કહી અને એણે 2 4 જણને પુછ્યુ પરંતુ મેળ પડ્યો નહી…શ્રદ્ધાએ મને કહ્યુ પણ ખરુ કે અક્ષય નથી કોઈને મેળ પડી રહ્યો…હકીકતમાં તો ત્યારે પણ થયુ કે આપણે બંન્ને મળીએ એવુ પુછુ પણ સાચુ કહુ તો હિમ્મત જ ના થઈ…પછી મેં પણ વિચાર માંડી વાળ્યો…આ આ વાતને થોડો સમય થયો અને નવરાત્રી આવી…

તારીખ 27 સપ્ટેમ્બર અને 7મું નોરતુ….(ઉપર પહેલી લાઈનમાં કહ્યુને એ જ દિવસ હોં હાહા) અચાનક સાંજે 5 6 વાગ્યે મારા મોબાઈલમાં મેસેજ આવ્યો…જોયુ તો એ મેસેજ શ્રદ્ધાનો હતો…હાય અક્ષય હોપ યુ આર ફાઈન….આજે રાત્રે ગરબા રમવા અમે બધા ગ્રુપમાં જવાના છે તો તું આવ જો ફ્રી હોય અને ક્યાંય ના જવાનો હોય તો….આ મેસેજ વાંચીને હું ખુશ થયો કે શ્રદ્ધાને મળાશે પણ સાથે દુખએ વાતનું હતુ કે ગરબા રમવા બોલાવે છે…અહિં ગરબા આવડે નહી અને શ્રદ્ધાનો ભરતનાટ્યમ કરતી ડાન્સર અને સ્વભાવિક એનું ગ્રુપ પણ એવું જ હોય.(મને ખબર નહોતી કે એક એની મિત્ર મહેરાઝ સિવાય હિતેન સુરજ બંન્ને મારા જેવા એટલે ધર્મેન્દ્ર જેવુ જ ગરબા કરતા…)..હવે ક્નફ્યુઝ થયો કે શું કરુ…પહેલા કલ્પિતને મેસેજ કર્યો પણ એ આવી ના શક્યો એટલે મેં એક રિત્વિક રોશનથી એકદમ ઓપોઝીટ ડાન્સર એટલે કે સન્ની દેઓલ જેવા ડાન્સર ચિંતનને કહ્યુ (મારાથી ઓછુ આવડતુ હોય એટલે હું સચવાઈ જાઉને એટલે ) હું અને ચિંતન પહોંચી ગયા રાજપથ ક્લબ અને શ્રદ્ધાને ફાઈનલી 6 – 7 વર્ષ પછી મળ્યો…સાથે ગરબા રમ્યા…ગરબા રમતા રમતા હું શ્રદ્ધાના અને તેની સાથે ફોટો લીધા કરતો હતો…મજાની વાત એ થઈ કે બીજા દિવસે મારો જન્મદિવસ હતો 28મીએ…એટલે શ્રદ્ધાને જાણ થઈ તો એણે રાત્રે 12 વાગ્યે સરપ્રાઈઝ કેક પ્લાન કરી લીધી…અને એ બર્થડે પ્લાને મને બહું સ્પેશિયલ ફિલ કરાવ્યુ….અને બસ ત્યારથી મને એક ફિલિંગ આવી અને હું શ્રદ્ધા રેગ્યુલર ચેટ કરતા થયા…મને શ્રદ્ધા પસંદ આવતી ગઈ હું એને અલગ રીતે જોતો થયો…પણ શંકા હતી કે આનો કોઈ બોયફ્રેન્ડ હશે તો ?…આ સવાલો વચ્ચે પણ હું અને શ્રદ્ધા રાત્રે ચેટ કરતા શ્રદ્ધાનો મને મેસેજ સામેથી આવતો તો થતુ કે ના યાર મોડા સુધી ચેટ કરે છે અને ક્યારેક સામેથી ઈનિશિયેટીવ પણ લે છે એટલે બોયફ્રેન્ડ નહી જ હોય…એ બાદ તો સારા મિત્રો બની ગયા…મળવાનું બહાર થતું (ગ્રુપમાં હોં હાહા) સાચુ કહુ તો શ્રદ્ધા પણ મને પસંદ કરતી થઈ ગઈ હતી…આ વાતનો મને ખ્યાલ ના આવત પણ એક લાઈફ ચેન્જિંગ વળાંક આવ્યો…

9મી ઓક્ટોબર 2017
સમય રાત્રે 2.50

આ ચેટ દરમિયાન એકબીજાને અમે પસંદ કરીએ છીએ એ વાત અમે શેર કરી….હું સીધુ કહી નહોતો રહ્યો મનમાં અલગ અલગ વાતો વિચારી રહ્યો હતો અને ત્યારે જ શ્રદ્ધાએ કહ્યુ ચાલ હું જ કહુ…તુ ત્યારે ગોળ ગોળ ફર મેં તારી સાથે એક ફ્રેન્ડની જેમ અ જ વાત શરૂ કરી હતી પણ ધેન આઈ સ્ટાર્ટેડ લાઈકિંગ યુ…ઓફ કોર્સ આપણી વચ્ચે અન્ડરસ્ટેડિંગ છે એટલે…તો મને તારી સાથે રહેવુ ગમે છે…(બાય ધ વે અમારા બંન્ને પાસે બધા જ સ્પેશિયલ સ્ક્રિનશોટ છે )(શ્રદ્ધાની સૌથી સારી બાબતોમાંની એક બાબત આ છે કે જે એ ફિલ કરે છે તેને કહી શકે છે…મારા જેવા એવા ઘણાય છે જેને વ્યક્ત કરતા કેટલીક બાબતો નથી આવડતી) અને બસ ત્યારે આ ફિલિંગ શેર થઈ જે પરિવારને જાણ અને ત્યાંથી સગાઈ અને સગાઈમાંથી હવે લગ્ન અને જીવનભરના સાથમાં પરિણમવા જઈ રહી છે…અને હા આ એન્ડ નથી હો આ તો હજી મીઠી જીદંગીની શરૂઆત છે..


en_USEnglish
guGujarati en_USEnglish